સફેદ ઘટા માં ફૂલ ના હિંડોળા

એટલાંટા, 3 ઓગસ્ટ, 2025

એટલાંટા સ્થિત ગોકુલધામ હવેલી આજે ભક્તિમય વાતાવરણ અને દિવ્ય સૌંદર્યથી શોભી ઉઠી હતી. આજે, શ્રી ઠાકોરજીને શાહી વસ્ત્રો અને આભૂષણોથી શણગારી, ભવ્ય સફેદ ઘટા અને ફૂલના હિંડોળામાં પધરાવીને એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતો.

આજના શુભ અવસરે ભક્તોનો ઉત્સાહ અને પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. સુગંધિત તાજાં ફૂલોથી શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા, અને સમગ્ર હવેલી ભક્તિમય બની હતી. ઉપસ્થિત તમામ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન થયું હતું.

આવો ભક્તિભર્યો અને આનંદમય માહોલ આવનારા હિંડોળાના દિવસોમાં પણ ગોકુલધામ હવેલીમાં યથાવત્ રહેશે.